Another good article published on DivyaBhaskar.co.in (online edition) and wanted it to re-publish on Life@DiGiTSS.
દરેક વ્યક્તિ જીવનના કોઈને કોઈ તબક્કે હતાશાનો સામનો કરતી જ હોય છે. ભલે પછી તે ગમે તેટલી સમૃદ્ધ, ખુશ, સ્વસ્થ, સફળ અને સારી દેખાતી હોય. આ રહ્યા કેટલાક અસરદાર કીમિયા જે તમને હતાશામાંથી બહાર લાવવા માટે મદદ કરશે.
1. કામે લાગી જાવ: જો કોઈ એક ચોક્કસ બાબતને કારણે તમે હતાશ હોવ અને તેને દૂર કરવા માટે તમારી પાસે કોઈ ઈલાજ ન હોય તો કંઈક એવુ કામ કરવા લાગી જાવ જે તમે કરી શકતા હોવ. તમે તમારી પૂરેપૂરી ક્ષમતા તમારી કારકીર્દિ માટે, અભ્યાસ પાછળ અથવા કોઈ અન્ય કામ માટે ફાળવી શકો છો. આમ કરવાથી તમારુ ધ્યાન તો ડાઈવર્ટ થાશે જ પણ સાથે સાથે હતાશાનો એ વિષય પણ ધીરે ધીરે તમારા મગજમાંથી ભૂલાતો જશે.
2. બાળકો અને પાલતૂ જાનવરો સાથે સમય ગાળો: ભલે તમે ગમે તેટલા દુખી અને હતાશ હોવ પણ કોઈના ચહેરા પરનુ નિર્દોષ સ્મિત અથવા બાળકનું ખડખડ હાસ્ય તમારા મૂડ તરત જ સારો કરી શકે છે. બની શકે તેટલો વધુ સમય નાના બાળકો સાથે ગાળો. બાળકો ન હોય તો ઘરમાં પાળેલા કૂતરા સાથે સમય ચોક્કસ ગાળી શકો છો. આ મૂક પ્રાણી તમારી હતાશા ઓછી નહીં કરે પરંતુ તે બિલકુલ જ ભૂલાવી દેશે.
3. સારુ પુસ્તક વાંચો: કોઈ ફેન્ટસી-ફિક્શન, ક્લાસિક અથવા સ્વયંને મદદરૂપ થાય તેવુ પુસ્તક ખરીદી લાવો. પુસ્તક વાંચવી વખતે ગરમા ગરમ કોફી પીશો તો ખરેખર થોડા પાના વાંચ્યા બાદ ભૂલી પણ જશો કે તમે ક્યા કારણે હતાશ હતા.
4. ચાલવા માટે જાઓ: જ્યારે તમે નિરાશ અને હતાશ હોવ ત્યારે ચાલવા નીકળી પડો. બની શકે તો તમારા પાલતુ ડોગને સાથે લઈ જાઓ... કોઈ મિત્રને કહો કે તમારી સાથે આવે અથવા તો પછી એકલા ભલા માનીને ચાલવા નીકળી પડો. કોઈ ખાસ જગ્યાએ જવાની જરૂર નથી. ઘરની નજીકના કોઈ ચિલ્ડ્રન ગાર્ડનમાં, બાગ કે બગીચામાં જઈ શકો છો.
5. કસરત કરો: જ્યારે કોઈ સમસ્યાનો હલ નથી મળતો ત્યારે આપણા મનમાં ઘણો ગુસ્સો એકઠો થવા લાગે છે. ઘણી વાર એવી પણ ઈચ્છા થતી હોય છે કે તમે આ ગુસ્સો ઠંડો પાડવા નથી માંગતા હોતા. આવા સમયે કસરત પર તમારો એ ગુસ્સો કાઢી શકો છો. દોડવા જાઓ, કસરત કરો અથવા કીક બોક્સિંગ કરો.
6. વિડીઓ ગેમ્સ રમો: જ્યારે આપણે હતાશ હોઈએ છીએ ત્યારે આપણી સામે આવતી દરેક વસ્તુને આપણે નાશ કરવા માંગતા હોઈએ છીએ ભલે પછી તે ટીવીનુ રિમોટ હોય કે ફ્લાવર વાસ. જોકે આ એટલી સરળ વાત નથી જેટલી લાગે છે. તો ગેમ્સ રમવાનો વિકલ્પ કેવો લાગે છે? વિડીઓ ગેમ્સમાં આવતા વર્ચ્યુઅલ વિલનને મારીને તમારી આ ઈચ્છા પૂરી કરી શકો છો.
7. ડ્રાઈવ કરવા જાઓ: તમારી હતાશાનો ઉકેલ જો તમારા મનને ગાંઠે તેવો ન હોય તો વાંધો નહીં, તમારી કાર કે બાઈક કાઢો અને જાઓ એક લોન્ગ ડ્રાઈવ પર. રસ્તા પરની દોડધામ, ટ્રાફિક તમને ફરી પાછા નિયમિત ટ્રેક પર આવવા માટે મદદ કરશે. પણ હા, ડ્રાઈવ કરતી વેળાએ ધ્યાન રાખજો કે તમે ક્યાંક કોઈની સાથે અથડાઈ ના જાઓ અને ગંભીર ઈજા ન થઈ જાય.
8. વાતચીત કરો: તમારી હતાશાના કારણને તમારા ખાસ મિત્ર કે સ્નેહીજન સાથે બેસીને ચર્ચો. ભલે તે વ્યક્તિ તેનુ કોઈ સોલ્યુશન ન આપી શકે પણ તમારા દિલની વાત એક વાર બીજા સાથે વહેંચાઈ જશે પછી તમારા મનનો ભાર હળવો થઈ જશે.
I am sure applying one or couple of tricks while one is in stress will help them getting out of it. Basically getting back to work (routine life) will help a lot when stress is not about professional life (or work). What do you think about this?

Fulfilling.